વિશ્વ બજારમાં વોલેટિલિટી વચ્ચે સોનાચાંદીમાં સ્થિરતા.
વિશ્વ બજારમાં વોલેટિલિટી વચ્ચે સોનાચાંદીમાં સ્થિરતા.
Published on: 18th July, 2025

અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને દૂર કરવાના અહેવાલો વચ્ચે ડોલર અને સોનામાં વોલેટિલિટી જોવા મળી હતી. ટ્રમ્પના નિવેદન બાદ ડોલર ઊંચકાયો અને સોનામાં નરમાઈ આવી. USમાં પ્રોડયૂસર પ્રાઈસ ઈન્ડેકસ (PPI) ડેટા નબળા આવતા વ્યાજ દરની નીતિ ચાલુ રહેવાની ધારણા છે. વૈશ્વિક વોલેટિલિટી વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા.