PoKમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30થી વધુના મોત, 200 ઘાયલ.
PoKમાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30થી વધુના મોત, 200 ઘાયલ.
Published on: 09th June, 2026

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પોતાના હક્કો માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા નાગરિકો પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. આ કાર્યવાહીમાં 30 થી વધુ નિર્દોષ લોકોના મોત થયા છે અને 200 થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. 'જમ્મુ-કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમેટી' (JAAC) દ્વારા આયોજિત 'લોન્ગ માર્ચ' ને કચડી નાખવા માટે પાકિસ્તાન સરકાર અને સેના દ્વારા આ કડક પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક લોકો પાકિસ્તાન સરકાર પર ભેદભાવપૂર્ણ વર્તન, કુદરતી સંસાધનોના દુરુપયોગ અને મોંઘવારીનો આરોપ લગાવી રહ્યા છે.