Menu
હોડી બંગલા વિસ્તારમાં જુની ઈમારતની ગેલેરી તૂટી પડતાં એક વ્યક્તિને સામાન્ય ઇજા
હોડી બંગલા વિસ્તારમાં જુની ઈમારતની ગેલેરી તૂટી પડતાં એક વ્યક્તિને સામાન્ય ઇજા
Published on: 05th June, 2025

સુરતના સેન્ટ્રલ ઝોનમાં હોડી બંગલા વિસ્તારમાં 30-35 વર્ષ જૂની ઈમારતની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો. આની સાથે જ ઇમારતમાં રહેતા અને નીચેની દુકાનદારો દોડીએ બહાર આવ્યા. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, બિલ્ડીંગને ખાલી કરાવ્યું. કાટમાળ હેઠળ એક વ્યક્તિ દબાયો હતો જેને સ્થાનિકોએ જ બચાવી હૉસ્પિટલ મોકલ્યો. મોગલીસરા, કતારગામ, ઘાંચી શેરી ફાયર સ્ટેશનોની ટીમો ઘટના સ્થળે પહોંચી. ફાયર ઓફિસર બળવંત રાજપૂતે જણાવ્યું કે તબિયત હાલમાં સ્થિર છે અને એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ છે.