દુબઇમાં રસ્તામાં ઉભેલી ટ્રક સાથે મિની બસની ટક્કર : સાત ભારતીયોનાં મોત.
દુબઇમાં રસ્તામાં ઉભેલી ટ્રક સાથે મિની બસની ટક્કર : સાત ભારતીયોનાં મોત.
Published on: 09th June, 2026

ભારતીય અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી- ઘાયલ 9 ભારતીયો પૈકી પાંચની સ્થિતિ ગંભીર. ટ્રક ટેકનિકલ ખામીને પગલે રોડની વચ્ચે અચાનક બંધ થઇ ગઇ હતી. દુબઇમાં સોમવારે રસ્તાની વચ્ચે રોકાયેલી ટ્રક સાથે એક મિની બસ અથડાતા સાત ભારતીય કામદારોનાં મોત થયા હતાં અને ૯ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.દુબઇમાં ભારતીય કોન્સ્યુલેટે એક નિવેદનમાં જણાવ્યું છે કે દુબઇમાં થયેલા માર્ગ અકસ્માતથી ખૂબ દુ:ખ થયું છે. જેમાં સાત ભારતીયોનાં મોત થયા છે.