પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આઘાતજનક ઘટના.
પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા: સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આઘાતજનક ઘટના.
Published on: 10th November, 2025

જસદણ અને કોટડાસાંગાણીમાં કમોસમી વરસાદના કારણે ખેતી પાક નિષ્ફળ જતાં ખેડૂતો તણાવમાં આવી ગયા છે. રાજકોટ જિલ્લાના રેવાણીયા અને અરડોઈ ગામના બે ખેડૂતોએ દેવાના બોજ અને માવઠાના નુકસાનથી હતાશ થઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાથી તેમના પરિવારોમાં આક્રંદ છવાયો છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.