અમરેલીમાં સીઝનની સૌથી ઠંડી રાત: 13 ડિગ્રી તાપમાન, નલિયા-ગાંધીનગરથી વધુ ઠંડુ. રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે.
અમરેલીમાં સીઝનની સૌથી ઠંડી રાત: 13 ડિગ્રી તાપમાન, નલિયા-ગાંધીનગરથી વધુ ઠંડુ. રાજ્યમાં ઠંડીનો પારો 20 ડિગ્રી નીચે.
Published on: 11th November, 2025

અમરેલીમાં આ શિયાળાની સીઝનની સૌથી ઠંડી રાત રહી. 13 ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું. નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ, મોટાભાગના જિલ્લાઓમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે અને આગામી દિવસોમાં ઠંડીનો અનુભવ થશે.