ભરૂચમાં ઠંડીનો અનુભવ: તાપમાન ઘટ્યું, છેલ્લા ત્રણ દિવસથી ઠંડીની શરૂઆત.
ભરૂચમાં ઠંડીનો અનુભવ: તાપમાન ઘટ્યું, છેલ્લા ત્રણ દિવસથી ઠંડીની શરૂઆત.
Published on: 12th November, 2025

ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાન 30 ડિગ્રી રહ્યું છે, પરંતુ રાત્રે તાપમાન ઘટતા ઠંડી અનુભવાય છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 23 થી 47 ટકા અને પવનની ગતિ 11 km પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી થવાની શક્યતા છે. માવઠા બાદ તાપમાન ઘટતા ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે.