કચ્છના રણમાં વરસાદથી રસ્તા બંધ થતાં 3500 અગરિયા પરિવારોનું એન્યુમેરેશન ફોર્મ ભરવાનું અટક્યું.
કચ્છના રણમાં વરસાદથી રસ્તા બંધ થતાં 3500 અગરિયા પરિવારોનું એન્યુમેરેશન ફોર્મ ભરવાનું અટક્યું.
Published on: 11th November, 2025

કચ્છના નાના રણમાં વરસાદને લીધે રસ્તાઓ બંધ થતાં આશરે 3500 અગરિયા પરિવારો માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી અટકી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં BLO દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવામાં આવે છે, પણ રસ્તાઓ બંધ હોવાથી અગરિયાઓ સુધી પહોંચવું મુશ્કેલ છે.