નવા સપ્તાહમાં SENSEX 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે.
નવા સપ્તાહમાં SENSEX 84055 ઉપર બંધ થતાં 84888 જોવાશે.
Published on: 09th November, 2025

વર્ષ ૨૦૨૫માં યુદ્વ અને આર્થિક સંકટની અશાંતી વચ્ચે, ઈઝરાયેલ-હમાસ યુદ્વ અને યુક્રેન મામલે રશીયાને ભીંસમાં લેવાના અમેરિકાના પ્રયાસો ચાલુ છે. રશીયાના યુદ્વમાં મદદ બંધ કરવા ભારત અને ચાઈના પર ઓઈલ નહીં ખરીદવા દબાણ છે, પરિણામે અમેરિકા એશીયાના દેશોને અસ્થિર કરી રહ્યું છે. પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્વના સંકેતોથી જીઓપોલિટીકલ ટેન્શન વધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ મામલે U.S. કોર્ટના સવાલને લઈ ઘેરાયા છે.