શું રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામ પર વોશિંગ્ટનનું નવું સ્ટેડિયમ બનશે?, વ્હાઇટ હાઉસે આપી સહમતિ.
શું રાષ્ટ્રપતિ ટ્રમ્પના નામ પર વોશિંગ્ટનનું નવું સ્ટેડિયમ બનશે?, વ્હાઇટ હાઉસે આપી સહમતિ.
Published on: 09th November, 2025

વોશિંગ્ટનમાં NFL ફૂટબોલ ટીમ કમાન્ડર્સનું નવું સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, ત્યારે સ્ટેડિયમને ટ્રમ્પનું નામ આપવાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે આવકાર્યો છે. વ્હાઇટ હાઉસે આ બાબતને "સુંદર પગલું" ગણાવ્યું છે. પ્રેસ સચિવ કેરોલિન લેવીટના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના કારણે જ નવા સ્ટેડિયમના પુનર્નિર્માણનો માર્ગ ખુલ્યો હતો. સ્ટેડિયમ બનાવવાનો અંદાજિત ખર્ચ 4 અબજ અમેરિકન ડોલર છે.