સાબરકાંઠાના ત્રણ ખેલાડીઓએ નાસિકમાં વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.
સાબરકાંઠાના ત્રણ ખેલાડીઓએ નાસિકમાં વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા.
Published on: 11th November, 2025

નાસિકમાં વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપ 2025માં સાબરકાંઠાના ત્રણ ખેલાડીઓએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ જીત્યા. જોષી રુદ્રએ ગોલ્ડ, મોડીયા બાર્લિને સિલ્વર અને નાયી સાન્વીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. કરાટે કોચ જુજારસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ આ ખેલાડીઓએ અંડર-14 કુમિતે કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ડિસ્ટ્રિક્ટ કરાટે એસોસિએશને અભિનંદન પાઠવ્યા.