સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓની ખેલ મહાકુંભમાં સિદ્ધિ: વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા.
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓની ખેલ મહાકુંભમાં સિદ્ધિ: વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા.
Published on: 10th November, 2025

સાવરકુંડલા તાલુકા કક્ષાની સ્પર્ધાઓમાં સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ અંડર 11, 14 અને 17 કેટેગરીમાં ચેસ, વોલીબોલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. જેમાં મંત્ર પટેલ, હર્ષલ ચોટલિયા, ત્રિશા ત્રિવેદી જેવા વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું. સંસ્થાના વડાના આશીર્વાદથી વિદ્યાર્થીઓએ વિવિધ મેડલ પ્રાપ્ત કરી ગુરૂકુળનું નામ રોશન કર્યું અને અંડર 14 તથા 17 ભાઈઓએ વોલીબોલમાં પ્રથમ નંબર મેળવ્યો.