રાજકોટમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ, ઉદ્ઘાટક ગેરહાજર, ભૂગર્ભમાં રહેલા નેતાઓ જાહેર કાર્યક્રમમાં દેખાયા.
રાજકોટમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ, ઉદ્ઘાટક ગેરહાજર, ભૂગર્ભમાં રહેલા નેતાઓ જાહેર કાર્યક્રમમાં દેખાયા.
Published on: 09th November, 2025

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કાંતિ અમૃતિયા ગેરહાજર રહ્યા હતાં. જ્યારે લાંબા સમયથી સ્ટેજ પર જોવા ના મળેલાં પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર જોવા મળ્યા હતાં.