ડાયના પુન્દોલે Ferrari રેસમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા
ડાયના પુન્દોલે Ferrari રેસમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા
Published on: 11th November, 2025

પુણેની 32 વર્ષીય રેસર ડાયના પુન્દોલે દુબઈમાં યોજાનારી Ferrari ક્લબ ચેલેન્જ મિડલ ઇસ્ટમાં ભાગ લેનાર પહેલી ભારતીય મહિલા બનશે. નવેમ્બર 2025થી એપ્રિલ 2026 દરમિયાન દુબઈ, અબુ ધાબી, બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં ફોર્મ્યુલા વન સર્કિટ્સ પર તે આંતરરાષ્ટ્રીય રેસર્સને હરીફાઈ આપશે. એક શિક્ષિકા અને બે બાળકોની માતા ડાયનાએ 2024માં નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી અને સાબિત કર્યું કે રેસિંગમાં લિંગ નહીં, પણ ટેલેન્ટ મહત્ત્વનું છે.