ChatGPT હવે સ્વાસ્થ્ય, લીગલ અને ફાઈનાન્સને લગતી સલાહ આપવાનું શું હવે બંધ કરશે?
ChatGPT હવે સ્વાસ્થ્ય, લીગલ અને ફાઈનાન્સને લગતી સલાહ આપવાનું શું હવે બંધ કરશે?
Published on: 12th November, 2025

ChatGPT પર હેલ્થ, લીગલ અને ફાઈનાન્સ સંબંધિત ચેટિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાના સમાચાર વાયરલ થયા છે. લોકો પોતાની બીમારી વિશે જાણવા માટે ChatGPT જેવા AI ચેટબોટનો ઉપયોગ કરે છે. ટેકનોવર્લ્ડમાં આ ટ્રેન્ડ વધ્યો છે. OpenAI કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ChatGPTના વર્તનમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને ChatGPTના કામકાજ પર આરોગ્ય, કાયદા તથા નાણાં સંબંધિત નિયંત્રણો આવ્યા હોવાની વાત બિલકુલ ખોટી છે.