ડિજિટલ રૂપી વોલેટથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન હવે શક્ય, UPI આધારિત ઇન્ટરનેટ વગર પેમેન્ટ થશે.
ડિજિટલ રૂપી વોલેટથી ઓફલાઈન ટ્રાન્ઝેક્શન હવે શક્ય, UPI આધારિત ઇન્ટરનેટ વગર પેમેન્ટ થશે.
Published on: 12th November, 2025

ભારતમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધ્યા છે, પણ UPI ઇન્ટરનેટ આધારિત છે. હમણાં યોજાઈ ગયેલ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ ૨૦૨૫ દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સત્તાવાર રીતે ઓફલાઇન ડિજિટલ રૂપી વ્યવસ્થા લોન્ચ કરી. આ વ્યવસ્થા હેઠળ જે વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેકશન કે મોબાઇલ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય ત્યાં પણ લોકો પોતાના ફોનમાંના ડિજિટલ રૂપી વોલેટની મદદથી આંખના પલકારે રૂપિયાની લેવડદેવડ કરી શકશે.