ટેકનો ક્ષેત્રે વિદેશમાં નોકરી જાય છે, શું ભારતમાં પણ જશે?
ટેકનો ક્ષેત્રે વિદેશમાં નોકરી જાય છે, શું ભારતમાં પણ જશે?
Published on: 09th November, 2025

એમેઝોન વેરહાઉસ અને ફુલફિલમેન્ટ સેન્ટર્સમાં રોબોટિક્સનો ઉપયોગ વધારી રહી છે, 2033 સુધીમાં યુ.એસ. કામગીરીના 75% ઓટોમેટ કરવાનું લક્ષ્ય છે, જેનાથી 6 લાખ નોકરીઓ ઘટશે. શ્રમ ખર્ચ ઘટાડી ઉત્પાદન બમણું કરવાથી 12.6 બિલિયન ડોલરની બચત થશે. જો કે તાત્કાલિક છટણીઓ નહીં થાય, પરંતુ નવી ભરતીઓ ટાળવામાં આવશે. કંપની વૈશ્વિક સ્તરે એક મિલિયનથી વધુ રોબોટ્સ તૈનાત કરવાની યોજના ધરાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઑટોમેશનને કારણે એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ વગેરે કંપનીઓમાં છટણીઓ થઇ રહી છે. સવાલ એ છે કે ભારત આમાંથી ક્યાં સુધી બાકાત રહી શકશે?