OTP આપ્યા વગર કેવી રીતે ફ્રોડ થાય? કોલ મર્જિંગ, સિમ સ્વેપ અને રિમોટ એક્સેસથી બચો.
OTP આપ્યા વગર કેવી રીતે ફ્રોડ થાય? કોલ મર્જિંગ, સિમ સ્વેપ અને રિમોટ એક્સેસથી બચો.
Published on: 12th November, 2025

આજના ડિજિટલ યુગમાં OTP વગર પણ ફ્રોડ થઈ શકે છે. સાયબર ગઠિયાઓ કોલ મર્જિંગ દ્વારા વોઇસ OTP સાંભળી લે છે, સિમ સ્વેપ કરીને OTP મેળવી લે છે અને રિમોટ એક્સેસ એપ્લિકેશનથી સ્ક્રીન પર દેખાતો OTP જોઈ લે છે. કોઈ અજાણી વ્યક્તિને કોલ મર્જ ના કરો, સિમ કાર્ડનું ધ્યાન રાખો અને અજાણી એપ્સ ડાઉનલોડ કરવાનું ટાળો, AnyDesk, TeamViewer કે QuickSupport જેવી એપથી સાવધાન રહો.