અત્યાધુનિક શિક્ષણ: સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 3D 360° ટેક્નોલોજી આધારિત વર્ગખંડ
અત્યાધુનિક શિક્ષણ: સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 3D 360° ટેક્નોલોજી આધારિત વર્ગખંડ
Published on: 14th November, 2025

ભાવનગરની બળવંત પારેખ વિજ્ઞાનનગરી દ્વારા હેમુભાઈ દવે વર્ચ્યુઅલ એજ્યુકેશન હબ શરૂ, જેમાં સૌરાષ્ટ્રમાં પ્રથમવાર 3D 360° ટેક્નોલોજી આધારિત વર્ગખંડથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો VRથી સરળતાથી સમજી શકશે. VR ટેકનોલોજી દ્વારા ધોરણ 1 થી 12 સુધીના વિષયોને દૃશ્ય-શ્રાવ્ય 3D પદ્ધતિથી ભણાવાશે. VR દ્વારા વિદ્યાર્થીઓ આભાસી દુનિયામાં જઈ ગ્રહો, અવકાશ મથકો અને શરીરની આંતરિક રચનાઓનો અભ્યાસ કરી શકશે.