દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાતા ફ્લાઈટ્સને અસર, મુસાફરો પરેશાન.
દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમ ખોરવાતા ફ્લાઈટ્સને અસર, મુસાફરો પરેશાન.
Published on: 07th November, 2025

Delhi Airport પર ATC સિસ્ટમમાં ખામી સર્જાતા ફ્લાઈટ્સ મોડી પડી. 100થી વધુ ફ્લાઈટ્સને અસર થઈ. આ મોટા વિલંબને કારણે દિલ્હી એરપોર્ટે એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું કે, 'ATC સિસ્ટમમાં સમસ્યાના કારણે ફ્લાઇટ સંચાલનમાં વિલંબ થઈ રહ્યો છે. ખામી વહેલી તકે દૂર કરવા DIAL સહિત તમામ હિતધારકો સક્રિય છે. મુસાફરોને વધુ માહિતી માટે સંબંધિત એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરાઈ હતી અને અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.'