મોરબીના મંદિરમાંથી કિંમતી વસ્તુઓ ન મળતા, ચોરે દીવો અને ધુપેલિયું ચોરી લીધા.
મોરબીના મંદિરમાંથી કિંમતી વસ્તુઓ ન મળતા, ચોરે દીવો અને ધુપેલિયું ચોરી લીધા.
Published on: 12th November, 2025

મોરબીમાં ઠંડીની શરૂઆત થતા તસ્કરો સક્રિય થયા છે. મહેન્દ્રપરા વિસ્તારના મંદિરમાંથી કિંમતી વસ્તુઓ ન મળતા, ચોરે પૂજાની સામગ્રી જેવી કે ધુપેલિયું અને દીવા ચોરી લીધા. CCTV ફૂટેજમાં ચોર થેલીમાં વસ્તુઓ ચોરીને જતો દેખાય છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ પહેલા પણ આ મંદિરમાં ચોરી થઇ હતી, જેમાં સોનાના ઘરેણાંની ચોરી થઇ હતી અને પોલીસે આરોપીને પકડ્યો હતો.