ભાગવત: ભારતમાં કોઈ બિન-હિન્દુ નથી, મુસ્લિમો-ખ્રિસ્તીઓના પૂર્વજો હિન્દુ હતા, સંઘને સત્તા જોઈતી નથી.
ભાગવત: ભારતમાં કોઈ બિન-હિન્દુ નથી, મુસ્લિમો-ખ્રિસ્તીઓના પૂર્વજો હિન્દુ હતા, સંઘને સત્તા જોઈતી નથી.
Published on: 09th November, 2025

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે ભારતનો આત્મા હિન્દુ સંસ્કૃતિ છે. સંઘ સમાજની સેવા અને સંગઠન માટે કામ કરે છે, સત્તા માટે નહીં. બેંગલુરુમાં "સંઘના 100 વર્ષ: નવા ક્ષિતિજ" કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારતમાં બધા લોકો હિન્દુ છે, અને અહીંના મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ એક જ પૂર્વજોના વંશજ છે. ભાગવતે સ્પષ્ટ કર્યું કે સંઘ (RSS) સત્તા કે પ્રસિદ્ધિ ઇચ્છતો નથી, પણ સમાજને એક કરવા માંગે છે.