અકલ્પનીય તેજી છતા ભારતમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં સોનાની માંગમાં 23 ટકાનો વધારો નોંધાયો.
અકલ્પનીય તેજી છતા ભારતમાં જુલાઈ-સપ્ટેમ્બરમાં સોનાની માંગમાં 23 ટકાનો વધારો નોંધાયો.
Published on: 31st October, 2025

સોનાના ભાવમાં તેજી છતાં વૈશ્વિક માંગે રેકોર્ડ બનાવ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં સોનાની માંગ રૂ. 2,03,240 કરોડ રહી, જે ગત વર્ષ કરતા 23 ટકા વધુ છે. જોકે, વોલ્યુમમાં 16 ટકાનો ઘટાડો થયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર વિશ્વભરમાં સોનાની કુલ માંગ ૧૩૧૩ ટન પર પહોંચી છે, જે વાર્ષિક ધોરણે ૩ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. મૂલ્યની દ્રષ્ટિએ સોનાની માંગ ૪૪ ટકા વધીને ૧૪૬ અબજ ડોલર થઈ છે. ક્વાર્ટર દરમિયાન મજબૂત રોકાણકારોની ખરીદીને કારણે સોનાના ભાવ ૧૩ વખત નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા, જ્યારે દાગીનાની માંગમાં ઘટાડો થયો છે.