વંદે માતરમ્ ના ગાન અને ઇતિહાસની ઝલક
વંદે માતરમ્ ના ગાન અને ઇતિહાસની ઝલક
Published on: 12th November, 2025

વંદે માતરમ્ એ માત્ર નારો નથી, પરંતુ સ્વતંત્રતા સંગ્રામમાં જનચેતનાનું પ્રેરણાદાયી ગીત છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે સંસ્કૃત અને બંગાળી મિશ્ર ભાષામાં આ ગીતની રચના કરી. આ ગીતમાં ભારતમાતાનું સુંદર શબ્દચિત્ર આલેખાયું છે. રવીન્દ્રનાથ ટાગોરે આ ગીતને ખૂણે ખૂણે ગુંજતું કરવાની વાત કરી હતી. સરદારસિંહ રાણા અને માદામ ભીખાઈજી કામાએ જર્મનીમાં વંદે માતરમ્ લખેલો ધ્વજ ફરકાવ્યો હતો. ગાંધીજી અને સરદાર પટેલે પણ વંદે માતરમને મહત્વ આપ્યું.