અબ્રાહમ લિંકન: મારા પુત્રને હારવાનું શીખવજો અને જીતથી ખુશ થવાનું પણ શીખવજો.
અબ્રાહમ લિંકન: મારા પુત્રને હારવાનું શીખવજો અને જીતથી ખુશ થવાનું પણ શીખવજો.
Published on: 09th June, 2026

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનું જીવન ગરીબી અને અસંખ્ય ચૂંટણી હારો પછી મેળવેલી સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે પોતાના પુત્રના શિક્ષકને લખેલો ઐતિહાસિક પત્ર આજે પણ પ્રેરણારૂપ છે. પત્રમાં તેમણે શિક્ષકને વિનંતી કરી છે કે બાળકને નકલ કરવાને બદલે નાપાસ થવાની હિંમત, જાતે કમાવવાનું મૂલ્ય, સત્ય માટે લડવાની શક્તિ અને ટોળાથી અલગ પડી પોતાના વિચારો પર અડગ રહેવાનું શીખવે. આ પત્ર શાળાઓ ખૂલતાં જ શિક્ષકો, વાલીઓ અને બાળકોને હાર પછી પણ હિંમત રાખવાની અને જીવન ઘડતરની સાચી દિશા આપે છે.