હવે પ્લાસ્ટિકની ચલણી નોટોનો જમાનો આવશે.
હવે પ્લાસ્ટિકની ચલણી નોટોનો જમાનો આવશે.
Published on: 09th June, 2026

ભારતમાં યુપીઆઈ (UPI) ના કારણે આવેલી ડિજિટલ ક્રાંતિએ નાણાકીય વ્યવહારો ખૂબ સરળ બનાવ્યા છે, છતાં આરબીઆઈ (RBI) ના મતે ચલણી નોટોની માંગ અને તેના છાપકામ તેમજ ફાટેલી નોટોના નિકાલનો ખર્ચ હજુ પણ કરોડોમાં છે. કાગળની નોટો ઝડપથી ફાટી કે ગંદી થઈ જાય છે અને નકલી નોટોનું જોખમ પણ રહે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે હવે ભારતમાં વિશ્વના અન્ય ૬૦ દેશોની જેમ ટકાઉ, સુરક્ષિત અને નકલી નોટો પર અંકુશ મેળવતી પ્લાસ્ટિકની ચલણી નોટો તબક્કાવાર અપનાવવાનો સમય આવી ગયો છે.