અમેરિકા અને રશિયા પરમાણુ પરીક્ષણ કરશે ?
અમેરિકા અને રશિયા પરમાણુ પરીક્ષણ કરશે ?
Published on: 12th November, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા પરમાણુ પરીક્ષણ કરશે એવી જાહેરાત બાદ, 33 વર્ષ પછી અમેરિકા ન્યુક્લિયર ટેસ્ટની તૈયારીમાં છે. પુતિને પણ અમેરિકા ટેસ્ટ કરશે તો પોતે પણ ટેસ્ટ કરશે એવું કહ્યું. હાલમાં વિશ્વ પાસે 12 હજારથી વધારે પરમાણુ શસ્ત્રો છે. પરમાણુ પરીક્ષણ માટે સ્થળ પસંદગી, ડિવાઈસ એસેમ્બલિંગ, જમીનમાં રોપણી અને ધડાકા જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ધડાકા પછી રેડિયેશનની અસરનો તાગ મેળવાય છે.