આજના સમયમાં ગબ્બર હાઈટેક અપરાધનું ONLINE marketing કરે છે.
આજના સમયમાં ગબ્બર હાઈટેક અપરાધનું ONLINE marketing કરે છે.
Published on: 12th November, 2025

હવે ફિલ્મોમાં કે ચંબલમાં ડાકુ નથી હોતા, ગુનાખોરી વ્યવસાય બની ગયો છે. ગબ્બરને "હોલી કબ હૈ" પૂછવાની જરૂર નથી, તે AC ઓફિસમાંથી INTERNETથી ધંધો કરે છે. આપણે ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના જમાનામાં જીવીએ છીએ. આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ ટોળકીઓએ વિશ્વને ભરડામાં લીધું છે, જેની સામે સરકારો પણ લાચાર છે. બનાવટી દવા, માનવ તસ્કરી જેવાં કુકર્મો પણ તેમાં સામેલ છે. આથી સંયુક્ત રાષ્ટ્રસંઘે 15મી નવેમ્બરને 'INTERNATIONAL DAY FOR THE PREVENTION OF AND FIGHT AGAINST ALL FORMS OF TRANSNATIONAL ORGANIZED CRIME' જાહેર કર્યો છે.