5,000 વર્ષ જૂની ઈમારત બોલી, ‘હું ઉરુક યુગની છું…’
5,000 વર્ષ જૂની ઈમારત બોલી, ‘હું ઉરુક યુગની છું…’
Published on: 12th November, 2025

ઈરાકમાં પુરાતત્વવિદોએ 5,000 વર્ષ પ્રાચીન ઈમારતોના અવશેષો શોધ્યા, જે ઉરુક યુગના છે. આ ઈમારત ઉત્તર ઈરાકના સુલેમાનિયાહ પ્રાંતમાં ઝાગ્રોસ પર્વતમાળા પાસે કાની શાઈ ખાતે મળી આવી. શોધમાં સોનાનાં આભૂષણો, ઉરુક યુગના સિલિન્ડર સીલ અને પ્રાચીન વૉલ કોન્સ મળ્યા. ઉરુક યુગમાં ગામડાઓ શહેરોમાં પરિવર્તિત થયા, લેખન પદ્ધતિની શરૂઆત થઈ, અને વ્યાપારનો વિકાસ થયો. આ યુગમાં કાની શાઈ જેવી વસાહતોનો સમાવેશ થતો હતો.