મિસિંગ લિન્કને વધુ સુરક્ષિત બનાવવા કેબલ સ્ટેડ પુલ પર વિન્ડ શિલ્ડ.
મિસિંગ લિન્કને વધુ સુરક્ષિત બનાવવા કેબલ સ્ટેડ પુલ પર વિન્ડ શિલ્ડ.
Published on: 09th June, 2026

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર નવી કનેક્ટિંગ લિન્કના કારણે પ્રવાસનો સમય ૩૦ મિનિટ જેટલો ઘટી ગયો છે. આ લિન્ક પર ખીણની ઉપર દેશનો સૌથી ઊંચો કેબલ સ્ટેડ પુલ બનાવવામાં આવ્યો છે, જ્યાં ખાસ કરીને ચોમાસામાં અને ચક્રવાત દરમિયાન અતિશય ગતિએ પવન ફૂંકાય છે. ભારે પવનના કારણે વાહનો સ્કીડ થવાનું જોખમ ટાળવા માટે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ દ્વારા પુલની બંને બાજુએ 'વિન્ડ શિલ્ડ' લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. MSRDCના સહવ્યવસ્થાપકીય સંચાલક રાજેશ પાટીલના જણાવ્યા મુજબ, આગામી ૧૦-૧૨ દિવસમાં આ કામ પૂર્ણ થતાં વાહનો અને પ્રવાસીઓનો પ્રવાસ વધુ સુરક્ષિત બનશે.