ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ.
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ.
Published on: 09th June, 2026

પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ દેશમાં વાહનોના વેચાણમાં મે મહિનામાં મજબૂત વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના સમાન મહિનામાં વાહનોના એકંદર વેચાણમાં ૯.૫૦ ટકા વૃદ્ધિ સાથે વેચાણ આંક ૨૫,૩૧,૦૬૭ રહ્યો છે. કોઈ મે મહિનામાં  ઊતારુ વાહનો, થ્રી વ્હીલર્સ તથા ટ્રેકટર માટે  અત્યારસુધીનો આ શ્રેષ્ઠ વેચાણ આંક રહ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું.