પ્રશાંત કિશોરની બિહાર ચૂંટણીની ભવિષ્યવાણી ખોટી પડી: હવે તેઓ શું કરશે?
પ્રશાંત કિશોરની બિહાર ચૂંટણીની ભવિષ્યવાણી ખોટી પડી: હવે તેઓ શું કરશે?
Published on: 14th November, 2025

Bihar Elections 2025માં NDA સરકાર બનતી દેખાઈ રહી છે, જે જનસુરાજના સ્થાપક પ્રશાંત કિશોર માટે મોટો ઝટકો છે. તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું, અને JDUની બેઠકો વિશેની તેમની ભવિષ્યવાણી પણ ખોટી પડી છે. પ્રશાંત કિશોરે અનેક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, 'જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.' હવે એ જોવું રસપ્રદ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી નિવૃત્તિ લે છે કે પછી કોઈ બહાનું કાઢીને પોતાના વચનથી પાછા હટી જાય છે.