વિધાનસભામાં પંડિત નહેરુની 136મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ
વિધાનસભામાં પંડિત નહેરુની 136મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ
Published on: 14th November, 2025

ગુજરાત વિધાનસભામાં પંડિત જવાહરલાલ નહેરુની 136મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. C.B. પંડ્યા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી. નહેરુજી બાળમિત્ર તરીકે જાણીતા હોવાથી દેશભરમાં ‘બાળદિન’ની ઉજવણી થાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં બેરિસ્ટરની પદવી મેળવ્યા બાદ તેઓ ગાંધીજી સાથે જોડાયા. નહેરુજીએ પંચશીલના સિદ્ધાંતો અને પંચવર્ષીય યોજનાઓ જેવા ઐતિહાસિક નિર્ણયો લઈને ભારતના આધુનિક વિકાસનું પાયુ મજબૂત કર્યું.