કલેકટર NV ઉપાધ્યાયે સંચારી રોગ, જન્મ-મરણ અને તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકો યોજી સમીક્ષા કરી.
કલેકટર NV ઉપાધ્યાયે સંચારી રોગ, જન્મ-મરણ અને તમાકુ નિયંત્રણ સમિતિની બેઠકો યોજી સમીક્ષા કરી.
Published on: 14th November, 2025

ગીર સોમનાથ કલેક્ટર NV ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ, ગવર્નિંગ બોડી અને જન્મ-મરણ સમિતિની બેઠકો યોજાઈ. રોગ અટકાવવા ક્લોરિનેશન, પાણી પૃથક્કરણ અને લીકેજ અંગે ચર્ચા થઈ. મેલેરિયા માટે સંવેદનશીલ ગામોમાં દવા છંટકાવ અને પાણીના ટેસ્ટ નેગેટિવ આવે તો વિશેષ તકેદારી રાખવા સૂચના અપાઈ. હાઈ રિસ્ક ડિલિવરીમાં સાવધાની અને શાળા-કોલેજોમાં તમાકુ વેચાણ પર પ્રતિબંધનો અમલ કરવા જણાવ્યું. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી.