ઝાલોદ: 181 દર્દીઓની ટીબી તપાસ, છાયણ PHC ખાતે મોબાઈલ એક્સ-રે વાન દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો.
ઝાલોદ: 181 દર્દીઓની ટીબી તપાસ, છાયણ PHC ખાતે મોબાઈલ એક્સ-રે વાન દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો.
Published on: 14th November, 2025

દાહોદના છાયણ PHC ખાતે 100 દિવસીય ટીબી નિર્મૂલન ઝુંબેશમાં કેમ્પ યોજાયો. જેમાં મોબાઈલ એક્સ-રે વાન દ્વારા 181 શંકાસ્પદ દર્દીઓના ટીબી ટેસ્ટ કરાયા. વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ થઈ. મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, CHO, MPHW, FHW અને આશા બહેનો સહિત આરોગ્ય વિભાગની ટીમ સક્રિય રહી. "ટીબી મુક્ત ભારત"ના લક્ષ્ય માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ છે.