જૂનાગઢ કન્યા છાત્રાલયમાં ભોજન અંગે હોબાળો: શાકમાં જીવાતો અને સંભારામાં સળીઓ
જૂનાગઢ કન્યા છાત્રાલયમાં ભોજન અંગે હોબાળો: શાકમાં જીવાતો અને સંભારામાં સળીઓ
Published on: 13th November, 2025

જૂનાગઢની ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયમાં 230 દીકરીઓના ભોજનમાં ગેરરીતિ, ગંદકી અને ખરાબ ગુણવત્તાને લીધે હોબાળો થયો. ભોજનમાં જીવાતો અને સંભારામાં સળીઓ નીકળતી હોવાની ફરિયાદ સાથે, બેડશીટ વગરના ગાદલા અને ખંડેર શૌચાલયો જેવી સમસ્યાઓ પણ સામે આવી. કોર્પોરેટરોએ મામલો દબાવવા પ્રયત્ન કર્યો, પરંતુ મીડિયા પહોંચતા વિદ્યાર્થીનીઓએ પોતાની વ્યથા જણાવી અને વોર્ડન પર એડમિશન રદ કરવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો.