મહેસાણામાં જતન પ્રોજેક્ટે પરિણામ આપ્યું: અતિ કુપોષિત બાળકોમાં ઘટાડો, સામાન્ય કુપોષિત બાળકોમાં પણ ઘટાડો નોંધાયો.
મહેસાણામાં જતન પ્રોજેક્ટે પરિણામ આપ્યું: અતિ કુપોષિત બાળકોમાં ઘટાડો, સામાન્ય કુપોષિત બાળકોમાં પણ ઘટાડો નોંધાયો.
Published on: 11th November, 2025

મહેસાણા જિલ્લામાં કુપોષણથી પીડિત બાળકોની સંખ્યા વધુ હતી, પણ જતન પ્રોજેક્ટ હેઠળ બાળકોનું ખાસ જતન કરવામાં આવતા પરિણામો મળ્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત SAM બાળકોને વાહલા બાળક અને મોડરેટ બાળકોને પ્રિય બાળક નામ આપીને આંગણવાડી કેન્દ્રો અને RBSK ટીમ દ્વારા ગરમ નાસ્તો અને THR ફૂડ આપવામાં આવે છે. જેના કારણે અતિ કુપોષિત 388 બાળકોમાંથી 46 અને સામાન્ય કુપોષિત 1113 બાળકોમાંથી 510 થયા છે. આ પ્રોજેક્ટ ડિસેમ્બર, 2024માં શરૂ થયો હતો.