ભરૂચમાં મેદસ્વિતા શિબિર-2 શરૂ: 30 દિવસીય આરોગ્ય જાગૃતિ અભિયાન, મોટાપાથી પીડાતા લોકોને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન.
ભરૂચમાં મેદસ્વિતા શિબિર-2 શરૂ: 30 દિવસીય આરોગ્ય જાગૃતિ અભિયાન, મોટાપાથી પીડાતા લોકોને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન.
Published on: 10th November, 2025

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચમાં મેદસ્વિતા શિબિર–2 શરૂ, જે 10 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 સુધી GNFC Sports Complex સહિત ત્રણ સ્થળોએ યોજાશે. 30 દિવસીય શિબિરમાં યોગ દ્વારા શરીરને તંદુરસ્ત બનાવવાનો હેતુ છે, જેમાં મેડિકલ રિપોર્ટ અને ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અપાશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા અને 200થી વધુ સાધકોએ ભાગ લીધો હતો.