શહેરમાં ભેળસેળીયાઓ પર 'ઓપરેશન શુદ્ધિ' હેઠળ SOG ની રેડ થશે
શહેરમાં ભેળસેળીયાઓ પર 'ઓપરેશન શુદ્ધિ' હેઠળ SOG ની રેડ થશે
Published on: 12th November, 2025

લગ્નસરાની સિઝનમાં ભેળસેળ કરનારાઓ સામે સુરત પોલીસની કડક કાર્યવાહી. SOG દ્વારા 'ઓપરેશન શુદ્ધિ' હેઠળ રેડ પાડવામાં આવશે. કેટરર્સ અને ખાદ્ય પદાર્થ બનાવનારાઓની યાદી તૈયાર કરાઈ રહી છે. લગ્ન સમારોહમાં અચાનક દરોડા પાડવામાં આવશે અને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવાશે. નકલી સાબિત થવા પર કડક પગલાં લેવાશે. DCP એ ચેતવણી આપી કે સુધરી જાઓ.