ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના બહાને મહિલા સાથે ₹2 લાખની ઠગાઈ: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને પૈસા ટ્રાન્સફર કર્યા.
ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના બહાને મહિલા સાથે ₹2 લાખની ઠગાઈ: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવીને પૈસા ટ્રાન્સફર કર્યા.
Published on: 14th November, 2025

નવરંગપુરામાં મહિલા સાથે ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના નામે છેતરપિંડી થઈ. સાયબર ગઠિયાએ વિશ્વાસમાં લઈ RBL બેંક નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી, ₹1.95 લાખ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. મહિલાએ ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવી સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં અરજી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સાયબર ગઠિયાએ આધાર અને પાનની વિગત પણ જણાવી હતી.