પાલનપુરમાં NCBનું સફળ ઓપરેશન: પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાર્કોટિક્સની ટીમે કાર્યવાહી કરી.
પાલનપુરમાં NCBનું સફળ ઓપરેશન: પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાર્કોટિક્સની ટીમે કાર્યવાહી કરી.
Published on: 14th November, 2025

પાલનપુરમાં NCBએ દરોડા પાડી ગેરકાયદેસર દવાઓનું ગોડાઉન ઝડપ્યું. ગાંધીનગરમાં પકડાયેલા સુનિલ મોદી અને સમીક્ષા મોદીની કબૂલાતના આધારે આ કાર્યવાહી થઈ. એનડી ફાર્માસ્યુ્ટિકલના માલિક એવા આ દંપતીએ ગોડાઉન પાલનપુરમાં હોવાનું જણાવ્યું હતું. 2800 કોડીનની બોટલો, 26000 ટ્રામાડોલના ઇન્જેક્શન અને અન્ય પ્રતિબંધિત દવાઓ જપ્ત કરાઈ, પોલીસે વધુ તપાસ હાથ ધરી.