જામનગરમાં રવિ-સોમવારે ઉલ્કા વર્ષાનો નજારો: નરી આંખે ખરતી ઉલ્કાઓ નિહાળી શકાશે
જામનગરમાં રવિ-સોમવારે ઉલ્કા વર્ષાનો નજારો: નરી આંખે ખરતી ઉલ્કાઓ નિહાળી શકાશે
Published on: 14th November, 2025

જામનગર સહિત હાલારમાં રવિવાર અને સોમવારે રાત્રે સિંહ રાશિની ઉલ્કા વર્ષા દેખાશે. મધ્યરાત્રિ બાદ પ્રતિ કલાક 15થી વધુ ઉલ્કાઓ ખરતી દેખાશે, જે અંધારા સ્થળોએથી સારી રીતે માણી શકાશે. ઉલ્કા વર્ષા ધૂમકેતુના અવશેષોને કારણે થાય છે. આ ઉલ્કા વર્ષા 55P-Temple-Tuttle નામના ધૂમકેતુને લીધે થશે. આ ખગોળીય ઘટના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં દેખાશે. ખગોળ મંડળ જામનગર દ્વારા આ વર્ષા નિહાળવા અનુરોધ કરાયો છે.