રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન: સામાજિક સમરસતાનું ઉદાહરણ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અનુસૂચિત જાતિ પરિવાર સાથે ભોજન: સામાજિક સમરસતાનું ઉદાહરણ
Published on: 14th November, 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના બગોયા ગામે અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન લીધું. આ સામાજિક સમરસતાનું ઉદાહરણ છે. તેમણે ભરેલા ભીંડા, મગનું શાક, બાજરા-જુવારના રોટલા, દાળ-ભાત અને દેશી ગાયના દૂધ સાથે શુદ્ધ ભોજનનો આસ્વાદ માણ્યો. રાજ્યપાલે પરિવારના સભ્યોની પૃચ્છા કરી અને બાળકોના અભ્યાસ વિશે માહિતી મેળવી, શિક્ષણ અને સંસ્કારની મહત્તા સમજાવી, અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી