સાવરકુંડલાના બગોયામાં 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ': રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગ્રામસભામાં હાજરી.
સાવરકુંડલાના બગોયામાં 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ': રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગ્રામસભામાં હાજરી.
Published on: 14th November, 2025

અમરેલી જિલ્લાના બગોયામાં 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત ગ્રામસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનોને સંબોધન કર્યું. તેમણે ગ્રામ વ્યવસ્થા, સંસ્કૃતિ, માનવતા, કર્મ અને સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સૂત્રની વાત કરી. રાજ્યપાલે માણસ-માણસ વચ્ચેના ભેદભાવથી ઉપર ઉઠીને કર્મને પ્રધાનતા આપવાની સલાહ આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિનું મહત્વ પણ સમજાવ્યું. આ પ્રસંગે કલેકટર વિકલ્પ ભારદ્વાજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.