લિંમડા ટ્રાવેલ્સ પાસે રસ્તા પર ચાલવા બાબતે યુવકોની મારામારી: ત્રણ ભાઈઓએ માર માર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી.
લિંમડા ટ્રાવેલ્સ પાસે રસ્તા પર ચાલવા બાબતે યુવકોની મારામારી: ત્રણ ભાઈઓએ માર માર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી.
Published on: 14th November, 2025

ભાવનગરમાં જાહેર રસ્તા પર ચાલવા બાબતે મારામારી થઈ. ફરિયાદી તોસીફ રજાકભાઈ ડેરૈયાને મુનાફ, આરીફ અને અસ્લમ નામના ત્રણ ભાઈઓએ રસ્તા પરથી ન ચાલવા બાબતે ઢીકાપાટુનો માર માર્યો. હુમલામાં તોસીફને ઈજાઓ થઈ અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તોસીફને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.