અમદાવાદની ગણેશ વિદ્યાલયમાં 'ક્રિડા દંત સુરક્ષા' અભિયાન હેઠળ દંત સુરક્ષા સેમિનાર યોજાયો
અમદાવાદની ગણેશ વિદ્યાલયમાં 'ક્રિડા દંત સુરક્ષા' અભિયાન હેઠળ દંત સુરક્ષા સેમિનાર યોજાયો
Published on: 14th November, 2025

અમદાવાદના નિકોલ સ્થિત ગણેશ વિદ્યાલય ખાતે દાંતની કાળજી માટે સેમિનારનું આયોજન થયું. "ક્રિડા દંત સુરક્ષા-બાલ મુસ્કાન અભિયાન" હેઠળ 32 Pearls એથ્લેડેન્ટ દ્વારા આ કાર્યક્રમ યોજાયો. જેમાં મોંની સ્વચ્છતા, યોગ્ય બ્રશિંગ પદ્ધતિઓ અને ડેન્ટલ ઇમરજન્સી મેનેજમેન્ટ પર ભાર મુકાયો. "સેલ્ફી વિથ યોર સ્માઇલ"માં લાઇવ ડેમો દ્વારા દાંત કેવી રીતે બ્રશ કરવા તે શીખવાયું. 800થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને "નો ટૉબેકો"ની પ્રતિજ્ઞા લેવાઈ.