અસલાલીમાં વેરહાઉસિંગ કંપનીમાં ૬ લાખની ચોરી: આસિસ્ટન્ટ મેનેજરે જાણ બહાર માલ વેચ્યો
અસલાલીમાં વેરહાઉસિંગ કંપનીમાં ૬ લાખની ચોરી: આસિસ્ટન્ટ મેનેજરે જાણ બહાર માલ વેચ્યો
Published on: 14th November, 2025

અસલાલીની V-5 Logistics & વેરહાઉસિંગ કંપનીના વેરહાઉસમાં ચોરી થઈ. ડાયરેક્ટરે તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજર મોહિત વર્માએ ૬ લાખનો સામાન વેચ્યો હોવાનો આક્ષેપ થયો. કંપની ATM મશીનના સાધનોનું કામ કરે છે. દિવાળી પછી ચોરીનો મેસેજ આવ્યો પણ શંકા જતા તપાસ કરાઈ અને ફરિયાદ નોંધાઈ. અસલાલી પોલીસે તપાસ શરૂ કરી.