કીમ ચારરસ્તા પાસે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે 35-40 વર્ષના મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી.
કીમ ચારરસ્તા પાસે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે 35-40 વર્ષના મૃતકની ઓળખ માટે તપાસ શરૂ કરી.
Published on: 14th November, 2025

કીમ ચારરસ્તા નજીક નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો છે. કોસંબા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું અનુમાન છે અને પ્રાથમિક તપાસમાં ડૂબી જવાથી મોત થયું હોવાની શક્યતા છે. મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવાશે અને પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી છે. આ બનાવ હત્યા છે કે આકસ્મિક મૃત્યુ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.