ભરૂચ: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ.
ભરૂચ: તંત્ર દ્વારા લાખોનો ખર્ચ છતાં અછાલીયાનું તળાવ ખાલીખમ.
Published on: 09th June, 2026

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામના ૧૨ એકરમાં ફેલાયેલા સૌથી મોટા તળાવમાં છેલ્લા ત્રણ દાયકાથી સિંચાઈ અને જી-રામજી (મનરેગા) યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે દર વર્ષે ખોદકામ અને વનીકરણ કરાય છે, છતાં યોગ્ય આયોજનના અભાવે તળાવ જળ વિહોણું રહેતા ગામમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. ચોમાસામાં તળાવની બાજુની ખાડીમાંથી વહી જતા પાણીને રોકવા ત્યાં આડબંધ કે ચેકડેમ બનાવીને પાણી તળાવ તરફ વાળવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે. શહેરોની જેમ ગ્રામ્ય તળાવોના બ્યુટીફિકેશન માટે ગ્રાન્ટ ફાળવાય તો જળસંગ્રહ થઈ શકે.