ભરૂચ: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો.
ભરૂચ: એક્સિસ બૅંક દ્વારા રૂા.1.08 કરોડનો ક્લેમ અર્પણ કરાયો.
Published on: 09th June, 2026

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ. ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા સ્વ. જયદેવભાઈ ડાભીનું અકસ્માતમાં અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેંક દ્વારા પોલીસ સેલરી એકાઉન્ટ યોજના અંતર્ગત રૂા. ૧.૦૮ કરોડનો વીમા ક્લેમ એનાયત કરાયો છે. બેંક સાથે થયેલા MoU અંતર્ગત મંજૂર થયેલા આ ક્લેમનો ચેક ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાના હસ્તે મૃતકના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણાએ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી મુશ્કેલ સમયમાં આર્થિક સહારો પૂરો પાડતી આ યોજનાની અને ક્લેમ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બદલ એક્સિસ બેંકની કામગીરીની પ્રશંસા કરી હતી.